ગાંધીપુરામાં જુગારધામનો પર્દાફાશ
ગાંધીપુરામાં જુગારધામનો પર્દાફાશ
Published on: 24th September, 2026

ધોલેરાના ગાંધીપુરા ગામમાં પોલીસે બાતમીના આધારે એક રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે તીન પત્તીનો જુગાર રમતા ૪ શખ્સોને રૂ. ૬૮,૨૫૦ ના કુલ મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા મુદ્દામાલમાં રોકડા રૂ. ૪૩,૨૫૦ અને ૪ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન (કિંમત રૂ. ૨૫,૦૦૦) નો સમાવેશ થાય છે. મકાનમાલિક સહિત બે આરોપીઓ પોલીસ દરોડા દરમિયાન ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.