ગઢડાના પીપળીયામાં ઉકરડાના વિવાદમાં દંપતી પર લોખંડના પાઇપથી હુમલો
ગઢડાના પીપળીયામાં ઉકરડાના વિવાદમાં દંપતી પર લોખંડના પાઇપથી હુમલો
Published on: 24th September, 2026

ગઢડા તાલુકાના પીપળીયા ગામે ઉકરડો હટાવવા બાબતે થયેલી તકરાર બાદ એક શખ્સે દંપતી પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો. પતિ પર થયેલા હુમલાને વચ્ચે પડતાં પત્નીને પણ માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. ઈશ્વરભાઈ નામના ખેડૂતને ગંભીર ઇજાઓ થતાં બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. પોલીસે હુમલાખોર દેવરાજ ગીરધરભાઈ બાવળીયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.