૧૧ વર્ષ બાદ મનપા વેપારીઓને આપશે નવી દુકાનો
૧૧ વર્ષ બાદ મનપા વેપારીઓને આપશે નવી દુકાનો
Published on: 24th September, 2026

જૂનાગઢ જોષીપુરા શાકમાર્કેટ ખાતે વર્ષ ૨૦૧૫માં જૂની દુકાનો પાડી નવી દુકાનો વેપારીઓને આપવાની જાહેરાત થઈ હતી. જોકે, જગ્યા રેવન્યુ વિભાગની હોવાનું જણાયા બાદ કામ અટકી ગયું હતું. મનપાએ બાદમાં પૈસા ભરી જગ્યા મેળવી ફરી બાંધકામ શરૂ કરાવ્યું. વિપક્ષ અને વેપારીઓના સતત આંદોલન અને રજૂઆતો બાદ, ૧૧ વર્ષના લાંબા વિરામ પછી, મનપા હવે રિનોવેશન થયેલી દુકાનો વેપારીઓને સોંપશે. વિપક્ષે આ પ્રક્રિયાને સામાન્ય વહીવટી પ્રક્રિયામાં ૧૧ વર્ષ લાગવા પર પ્રશ્ન ઉઠાવ્યો છે.