જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલ અને હોસ્ટેલમાં દર્દીઓની સારવાર અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા.
જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલ અને હોસ્ટેલમાં દર્દીઓની સારવાર અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા.
Published on: 24th September, 2026

જૂનાગઢ જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડીન ડૉ. હણમંત આમણેએ મોડી રાત્રે અચાનક સિવિલ હોસ્પિટલના કેઝ્યુઅલિટી અને ઇમરજન્સી વિભાગોમાં ચેકિંગ કર્યું. તેમણે ફરજ પરના મેડિકલ ઓફિસર્સ અને સ્ટાફને ઇમરજન્સી દર્દીઓને તાત્કાલિક અને સંવેદનશીલ સારવાર આપવા નિર્દેશ આપ્યા. આ ઉપરાંત, મેડિકલ કોલેજ કેમ્પસ અને હોસ્ટેલની પણ મુલાકાત લઈને સિક્યોરિટી સ્ટાફની હાજરી, CCTV મોનિટરિંગ અને સુરક્ષા વ્યવસ્થા ચકાસી, સુરક્ષાકર્મીઓને વધુ સતર્ક રહેવાની સૂચના આપી.