મહુવામાં ચાલુ એક્ટિવા પર જીવલેણ સ્ટંટ
મહુવામાં ચાલુ એક્ટિવા પર જીવલેણ સ્ટંટ
Published on: 24th September, 2026

મહુવા શહેરમાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન, ચાલુ એક્ટિવા પર ચાર યુવાનો જોખમી સ્ટંટ કરતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે રૂ. ૫૦,૦૦૦ ના એક્ટિવા સાથે કુલદીપ, આકાશ અને મનોજ નામના ત્રણ યુવાનોની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. વાહન ચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહોતું. પોલીસે BNS કલમ ૨૮૧, ૫૪ તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૮૪ અને ૧૭૭ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.