ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં 203 ફોર્મ ભરાયા
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં 203 ફોર્મ ભરાયા
Published on: 28th September, 2026

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 203 ઉમેદવારી પત્રો ભરાયા છે. આજે ફોર્મની ચકાસણી થશે અને મંગળવારે ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષો મળીને કુલ 203 ફોર્મ રજૂ થયા છે. ફોર્મ ચકાસણી બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. ભાજપમાંથી 85, કોંગ્રેસમાંથી 54 અને આપમાંથી 42 ફોર્મ ભરાયા છે. પક્ષની ટિકિટ ન મળતાં અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જેના પગલે પક્ષોમાં મનામણાંનો દોર શરૂ થયો છે.