શુભાંશુ શુક્લા: 100 લાખ કિલોમીટર, 230 સૂર્યોદય અને અત્યાર સુધીની યાત્રાનું Update
શુભાંશુ શુક્લા: 100 લાખ કિલોમીટર, 230 સૂર્યોદય અને અત્યાર સુધીની યાત્રાનું Update
Published on: 10th July, 2025

ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા એક્સિઓમ-4 મિશન પર છે. ક્રૂએ ISS પર 230 સૂર્યોદય નિહાળ્યા અને 1 કરોડ કિલોમીટરની મુસાફરી કરી. એક્સિઓમ-4 ક્રૂમાં પેગી વ્હિટસન, સ્લેવોજ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી અને ટિબોર કાપુનો શામેલ છે. ક્રૂ મેમ્બરોએ બાયોમેડિકલ સાયન્સ, કૃષિ અને અવકાશ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં 60થી વધુ પ્રયોગો કર્યા. આ મિશન ડાયાબિટીસ અને કેન્સરની સારવારમાં મદદરૂપ થશે. હવે નાસા દ્વારા પૃથ્વી પર પાછા ફરવાની તારીખ જાહેર થાય તેની રાહ જોઈ રહ્યા છે.