સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘમહેર
સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘમહેર
Published on: 13th September, 2026

ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં એક મહિનાથી વધુ સમયના વરસાદના વિરામ બાદ મેઘમહેર જોવા મળી છે. રાજકોટ, ગોંડલ, અમરેલી, ગીર સોમનાથ, ધોરાજી, જેતપુર અને ઉપલેટા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે. આ વરસાદથી ખેડૂતો અને પશુપાલકોમાં આશા જાગી છે, કારણ કે છેલ્લા 10 વર્ષમાં આ સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે ડેમો ખાલી છે અને પીવાના પાણીની તેમજ ઘાસચારાની અછત સર્જાઈ શકે છે. કપાસ, મગફળી, સોયાબીન જેવા ખરીફ પાકોને આ વરસાદથી જીવતદાન મળશે.