ભરૂચના ટંકારિયા ખાતે પાલેજ પોલીસ દ્વારા ફૂટ માર્ચ યોજાઇ.
ભરૂચના ટંકારિયા ખાતે પાલેજ પોલીસ દ્વારા ફૂટ માર્ચ યોજાઇ.
Published on: 13th April, 2026

ભરૂચના ટંકારીયા ગામમાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને પાલેજ પોલીસ દ્વારા ફુટ માર્ચ યોજાઇ હતી. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય અને મતદારો નિર્ભય બની મતદાન કરે એ હેતુસર નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેકટર એન. કે. ડાભીની આગેવાનીમાં આ ફૂટ માર્ચ યોજાઇ હતી. જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પોલીસકર્મીઓ જોડાયા હતા. પોલીસ ફુટ માર્ચ ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.