FASTagના નામે છેતરપિંડી, 'એન્યુઅલ પાસ' લેતાં પહેલા સાવધાન, NHAIએ જાહેર કરી એડવાઇઝરી
FASTagના નામે છેતરપિંડી, 'એન્યુઅલ પાસ' લેતાં પહેલા સાવધાન, NHAIએ જાહેર કરી એડવાઇઝરી
Published on: 23rd April, 2026

નેશનલ હાઇવે ઑથોરિટી ઓફ ઇન્ડિયા(NHAI)એ FASTag એન્યુઅલ પાસના નામે ચાલી રહેલા એક મોટા ફ્રોડ અંગે જાહેર જનતાને ચેતવણી આપી છે. આ કૌભાંડમાં ઠગ અસલી જેવી જ દેખાતી નકલી વેબસાઇટ્સ બનાવીને લોકોને છેતરી રહ્યા છે. આ નકલી પોર્ટલ્સ ગૂગલ સર્ચમાં ટોપ પર દેખાય તે માટે પેઇડ ઍડ્વર્ટાઇઝમેન્ટ અને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન જેવી યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે સામાન્ય યુઝર્સ આસાનીથી છેતરાઈ જાય છે. ઑથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે નાણાકીય નુકસાનથી બચવા માટે માત્ર વેરિફાઇડ ચેનલ્સનો જ ઉપયોગ કરવો જોઈએ.