ચૂંટણી પહેલાં વડોદરામાં 658 હથિયાર જમા, 1.54 કરોડનો દારૂ જપ્ત, 4,261 લોકો સામે પગલાં.
ચૂંટણી પહેલાં વડોદરામાં 658 હથિયાર જમા, 1.54 કરોડનો દારૂ જપ્ત, 4,261 લોકો સામે પગલાં.
Published on: 23rd April, 2026

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસે 1 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન કડક કાર્યવાહી કરી. જેમાં 658 હથિયારો જમા કરાયા, 1.54 કરોડનો દારૂ પકડાયો, જેમાં 88.16 લાખની વિદેશી દારૂની બોટલોનો સમાવેશ થાય છે. 4261 શખ્સો સામે અટકાયતી પગલાં લેવાયા અને 434 Non-Bailable વોરંટની બજવણી કરવામાં આવી. 15 ચેકપોસ્ટ પર 19409 વાહનોની તપાસ કરાઈ અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ કેસ પણ થયા.