જૂનાગઢમાં 1842 ગ્રાહકો પર મેગા ડિસકનેકશન ડ્રાઇવ
જૂનાગઢમાં 1842 ગ્રાહકો પર મેગા ડિસકનેકશન ડ્રાઇવ
Published on: 28th September, 2026

જૂનાગઢ શહેરમાં 29 સપ્ટેમ્બર, મંગળવારના રોજ PGVCL દ્વારા મેગા ડિસકનેકશન ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 6 મહિનાથી વીજ બિલ ન ભરનાર 1842 ગ્રાહકોના કનેક્શન કાપવામાં આવશે. આ ગ્રાહકો પર કુલ 72 લાખ રૂપિયાનું બિલ બાકી છે. PGVCLની 50 ટીમ આ કાર્યવાહી કરશે. જોકે, કનેક્શન કાપતી વખતે કોઈ વસુલાત નહીં થાય. બાકી બિલ ઓનલાઈન અથવા ઓફિસમાં લેટ ફી સાથે ભરવાનું રહેશે. આ ડ્રાઇવ સમગ્ર શહેર અને જિલ્લામાં યોજાશે.