દર શનિવારે રજાની માંગણી સાથે 8 લાખ BANKકર્મીઓની હડતાલ, જેમાં રાજકોટના 1500 સહિત ગુજરાતના 15000 કર્મચારીઓ જોડાયા.
દર શનિવારે રજાની માંગણી સાથે 8 લાખ BANKકર્મીઓની હડતાલ, જેમાં રાજકોટના 1500 સહિત ગુજરાતના 15000 કર્મચારીઓ જોડાયા.
Published on: 27th January, 2026

યુનાઈટેડ ફોરમ ઓફ BANK યુનિયન દ્વારા પાંચ દિવસના સપ્તાહના અમલીકરણની માંગણી સાથે દેશવ્યાપી હડતાલ કરવામાં આવી. જેમાં 8 લાખ કર્મચારીઓ જોડાયા. રાજકોટના 1500 અને ગુજરાતના 15000 કર્મચારીઓ જોડાયા હતા. યુનિયને ગ્રાહકોને થનારી મુશ્કેલી બદલ દિલગીરી વ્યક્ત કરી. 2 શનિવાર માટે MoU થયા હોવા છતાં માંગ સંતોષાઈ નથી. કર્મચારીઓએ સરકારનું ધ્યાન દોરવા હડતાલનું એલાન કર્યું. અઠવાડિયામાં 5 દિવસના કામકાજથી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થશે.