રાષ્ટ્રપતિના આગમનથી MS University પદવીદાન સમારોહમાં પરંપરાઓ બદલાઈ
રાષ્ટ્રપતિના આગમનથી MS University પદવીદાન સમારોહમાં પરંપરાઓ બદલાઈ
Published on: 24th September, 2026

એમ.એસ.યુનિવર્સિટીના ૭૫મા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિના પ્રોટોકોલને કારણે પરંપરાગત રીતે યોજાતા કાર્યક્રમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા. સુરક્ષાના કારણોસર ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓના મોબાઈલ જપ્ત કરાયા હતા અને રજિસ્ટ્રારને પણ સ્ટેજ પર સ્થાન મળ્યું નહોતું. અગાઉ યોજાતી પરંપરાગત જાહેરાતોને બદલે ટૂંકમાં પૂરું કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વરસાદની શક્યતાને કારણે બંધાયેલો જર્મન ડોમ ગરમીને કારણે ભઠ્ઠી જેવો બન્યો હતો, અને પાણીની બોટલ પર પ્રતિબંધ હોવાથી આમંત્રિતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.