રાજસ્થાન રિફાઇનરીમાં આગથી મુન્દ્રાથી પમ્પ થતું 1.5 થી 2 મિલિયન બેરલ ક્રૂડ અટવાયું.
રાજસ્થાન રિફાઇનરીમાં આગથી મુન્દ્રાથી પમ્પ થતું 1.5 થી 2 મિલિયન બેરલ ક્રૂડ અટવાયું.
Published on: 23rd April, 2026

રાજસ્થાન રિફાઇનરીના CDU માં આગ લાગવાથી દેશમાં ચકચાર મચી ગઈ છે, તપાસ NIA અને કેન્દ્રીય એજન્સીઓએ હાથ ધરી છે. આગના લીધે કચ્છના બંદરો પર આર્થિક સંકટ આવી શકે છે. આશરે 1.5 થી 2 મિલિયન બેરલ ‘આરબ મિક્સ ક્રૂડ’ રિફાઇનરી તરફ પમ્પ કરાયું હતું, જે અટવાયું છે. મુન્દ્રા પોર્ટના ઉદ્યોગો પર ગંભીર આર્થિક અસરો થશે. રિફાઇનરી શરૂ થવામાં એક વર્ષનો વિલંબ થઈ શકે છે.