અમદાવાદમાં 29 એપ્રિલ સુધી ગરમીનું યલો એલર્ટ જાહેર, તાપમાન વધવાની આગાહી.
અમદાવાદમાં 29 એપ્રિલ સુધી ગરમીનું યલો એલર્ટ જાહેર, તાપમાન વધવાની આગાહી.
Published on: 23rd April, 2026

ગુજરાતમાં આજે ગરમી વધશે; તાપમાન 41-43 ડિગ્રી સુધી જઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર સહિત શહેરોમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 29 એપ્રિલ સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ મુજબ, 24-26 એપ્રિલ દરમિયાન ગરમી વધશે, 41-43 ડિગ્રી તાપમાન રહેશે. દેશમાં પણ ભારે ગરમીની આગાહી છે. તાપમાન 48-50 ડિગ્રી સુધી જવાની શક્યતા છે.