જામનગર સાયબર ફ્રોડ કેસનો એક વર્ષથી નાસતો આરોપી મહારાષ્ટ્રમાંથી ઝડપાયો
જામનગર સાયબર ફ્રોડ કેસનો એક વર્ષથી નાસતો આરોપી મહારાષ્ટ્રમાંથી ઝડપાયો
Published on: 20th September, 2026

જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી અક્ષય તુકારામભાઇ ગંગારામને રાજકોટ રેન્જની ટેકનિકલ ટીમ અને જામનગર પેરોલ ફર્લો સ્કવોડની સંયુક્ત ટીમે મહારાષ્ટ્રના ભિવંડી ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી ગુનો કર્યા બાદ પોતાની ઓળખ છુપાવી પોલીસની પકડથી બચતો ફરતો હતો. રાજકોટ રેન્જની ટેકનિકલ ટીમે ઊંડાણપૂર્વક ટેકનિકલ એનાલીસીસ અને વર્કઆઉટ કરી આરોપીનું ચોક્કસ લોકેશન મેળવ્યું હતું. ટીમે ભિવંડી તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી આરોપીને હસ્તગત કરી જરૂરી કાર્યવાહી બાદ જામનગર લાવી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.