બોમ્બની ધમકી: 181 મુસાફરો પાસેથી ટીશ્યુ પર 36 વખત લખાણ, હવે ફોરેન્સિક તપાસ. Kuwait-Delhi ફ્લાઇટનું emergency landing.
બોમ્બની ધમકી: 181 મુસાફરો પાસેથી ટીશ્યુ પર 36 વખત લખાણ, હવે ફોરેન્સિક તપાસ. Kuwait-Delhi ફ્લાઇટનું emergency landing.
Published on: 05th February, 2026

હજારો ફૂટની ઊંચાઈએ ઉડતા વિમાનમાં બોમ્બથી ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ થયું. ત્યારબાદ 181 મુસાફરો પાસેથી ટીશ્યુ પેપર પર 36 વખત લખાણ લખાવવામાં આવ્યું, કારણ કે હસ્તાક્ષરની ફોરેન્સિક તપાસ થશે. પોલીસે દરેક વ્યક્તિના અક્ષરોની સરખામણી કરી અને 6 હજારથી વધુ નમૂનાઓ લીધા. વર્ષ 2025થી અત્યાર સુધીમાં એરપોર્ટ પર ફ્લાઇટમાં 10 વખત ધમકીઓ મળી છે, જેમાંથી 5 ટિશ્યુ પેપર પર લખેલી હતી. હવે DFS રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા થશે.