દિલ્હી એરપોર્ટ પર Air Indiaએ 200+ મુસાફરોને ઉતાર્યા, AC ખરાબ, એરક્રાફ્ટ બદલ્યું.
દિલ્હી એરપોર્ટ પર Air Indiaએ 200+ મુસાફરોને ઉતાર્યા, AC ખરાબ, એરક્રાફ્ટ બદલ્યું.
Published on: 11th September, 2025

Air Indiaની સિંગાપોર જતી ફ્લાઇટ AI2380માં સમસ્યા સર્જાતા 200થી વધુ મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર ઉતારાયા. AC અને પાવર સપ્લાયમાં ખામી હતી, છતાં મુસાફરોને ચઢવાની મંજૂરી અપાઈ. બે કલાક ગરમીમાં રહ્યા બાદ ક્રૂ મેમ્બર્સે કારણ આપ્યા વિના ઉતરવાનું કહ્યું. છ કલાકના વિલંબ પછી બીજા વિમાન દ્વારા સિંગાપોર મોકલવામાં આવ્યા અને એરલાઇને માફી માગી.