અમદાવાદ મનપાને ₹12 કરોડનો ફટકો
અમદાવાદ મનપાને ₹12 કરોડનો ફટકો
Published on: 28th September, 2026

અમદાવાદ મનપાને ફેક્ટરીઓ દ્વારા ગેરકાયદેસર રીતે છોડવામાં આવતા ઝેરી કેમિકલયુક્ત પાણીને કારણે ₹12 કરોડનો મોટો ફટકો પડ્યો છે. આ કેમિકલ્સને કારણે પીરાણા STP પ્લાન્ટની અત્યાધુનિક મશીનરીઓ ખવાઈ ગઈ છે, જેને બદલવા માટે AMCને મોટો ખર્ચ કરવો પડશે. નારોલ, દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારની 400થી વધુ ફેક્ટરીઓ ETP પ્લાન્ટમાં ટ્રીટમેન્ટનો દાવો કરે છે, પરંતુ વાસ્તવમાં પાણી સીધું ગટરમાં ઠાલવી રહી છે. આ બેદરકારીને કારણે શહેરના કરદાતાઓ પર આર્થિક બોજ લાદવામાં આવી રહ્યો છે.