નવસારી મેટલ મર્ચન્ટ્સ સિવિલ દર્દીઓના સગાં-સંબંધીઓ માટે 'અન્નદાતા' બન્યા
નવસારી મેટલ મર્ચન્ટ્સ સિવિલ દર્દીઓના સગાં-સંબંધીઓ માટે 'અન્નદાતા' બન્યા
Published on: 28th September, 2026

નવસારી મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશન (NMMA) દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. તેમના દરેક સભ્ય માસિક ₹100નો સ્વૈચ્છિક ફાળો આપે છે, જે નવસારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના જરૂરિયાતમંદ સગાં-સંબંધીઓને પૌષ્ટિક ભોજન પૂરું પાડતા ‘કરુણામયી ચેરિટેબલ ટ્રસ્ટ’ને આપવામાં આવે છે. આ ઉપરાંત, ‘તિથિ દાન યોજના’ હેઠળ, ચાર સભ્યોના જન્મદિવસ કે પુણ્યતિથિ નિમિત્તે વાર્ષિક ₹60,000નું દાન ટ્રસ્ટને અપાય છે. 27 સપ્ટેમ્બરે પણ ચાર સભ્યોના નામે તિથિ દાન નોંધાવી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.