સુરેન્દ્રનગરમાં આરોગ્ય વિભાગના 1200 કર્મચારીઓને બે મહિનાથી પગાર મળ્યો નથી, 2 કરોડથી વધુના બિલની ચૂકવણી અટકી.
સુરેન્દ્રનગરમાં આરોગ્ય વિભાગના 1200 કર્મચારીઓને બે મહિનાથી પગાર મળ્યો નથી, 2 કરોડથી વધુના બિલની ચૂકવણી અટકી.
Published on: 09th March, 2026

સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગના ૧૨૦૦થી વધુ કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત છે. National Health Missionના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, હેલ્થ વર્કરોને ગ્રાન્ટના અભાવે પગાર ચૂકવાયા નથી. 2 કરોડથી વધુના બિલની રકમ અટકી ગઈ છે, કર્મચારીઓની હાલત કફોડી બની છે.