ઉસ્માનપુરાની AMC ઝોનની ઓફિસનું નવીનીકરણ: લિફ્ટ સાથેની નવી બિલ્ડીંગ બનશે.
ઉસ્માનપુરાની AMC ઝોનની ઓફિસનું નવીનીકરણ: લિફ્ટ સાથેની નવી બિલ્ડીંગ બનશે.
Published on: 05th September, 2025

છેલ્લા 30 વર્ષથી નાગરિકો માટેની ઉસ્માનપુરા પશ્ચિમ ઝોન ઓફિસનું ₹11 કરોડના ખર્ચે રીનોવેશન થશે. જર્જરિત બિલ્ડીંગને રીટ્રોફીટિંગ કરાશે. 1994માં બનેલ આ બિલ્ડીંગમાં DYMC ઓફિસ, ટેક્સ, એસ્ટેટ, હેલ્થ અને BRTS વિભાગોની કચેરીઓ છે. હેરિટેજ મોન્યુમેન્ટ નજીક હોવાથી, ડીમોલીશન શક્ય નથી, માટે સ્ટ્રક્ચરલ રીસ્ટોરેશન કરાશે. સ્ટાફ માટે ક્યુબીકલ્સ, લિફ્ટ, ફાયર સેફ્ટી, રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને સોલાર પેનલ જેવી સુવિધાઓ હશે. રીનોવેશન બાદ આ બિલ્ડીંગનો લાઈફ સ્પાન 15 વર્ષ વધી જશે. હાલ 339 સ્ટાફ છે, રીનોવેશન પછી 382 બેસી શકશે.