Rajkot: સિવિલ હોસ્પિટલમાં દવા ખરીદી કૌભાંડ, સ્ટોર ઇન્ચાર્જની બદલી, બે પર તલવાર.
Rajkot: સિવિલ હોસ્પિટલમાં દવા ખરીદી કૌભાંડ, સ્ટોર ઇન્ચાર્જની બદલી, બે પર તલવાર.
Published on: 26th September, 2025

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવા ખરીદી કૌભાંડમાં મોટી કાર્યવાહી થઈ છે. ગેરરીતિ આચરનાર સ્ટોર ઇન્ચાર્જની બદલી, જ્યારે બે શંકાના દાયરામાં છે. 20 કરોડ રૂપિયાના દવા ખરીદી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સ્ટોર ઇન્ચાર્જ જે.કે. નથવાણીની દ્વારિકા ખાતે બદલી કરવામાં આવી. આરોગ્ય કમિશ્નરને દવા ખરીદી મામલે શંકા ગઈ હતી અને તપાસમાં ગોટાળા નીકળતા બદલી કરાઈ. અગાઉ GMSCLમાં પણ કૌભાંડ થયું હતું.