પેન્શનરો હવે મોબાઈલથી જનરેટ કરી શકશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર
પેન્શનરો હવે મોબાઈલથી જનરેટ કરી શકશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર
Published on: 14th October, 2026

પેન્શન નિયમિત ચાલુ રાખવા માટે હવે પેન્શનરો ઘરે બેઠા જ સ્માર્ટફોન દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર જનરેટ કરી શકશે. આ માટે 'Jeevan Pramaan Face App' અને 'AadhaarFaceRD' એપ્સ ડાઉનલોડ કરી, આધાર નંબર, PPO નંબર અને ચહેરાના પ્રમાણીકરણ જેવી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો 1 ઓક્ટોબરથી અને અન્ય 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધીમાં આ કરી શકશે. સ્માર્ટફોન ન હોય તો બેંક શાખા, બાયોમેટ્રિક સેન્ટર કે ડોરસ્ટેપ બેંકિંગનો ઉપયોગ કરી શકાય છે.