અંદ્રોખા કોલેજમાં નશા મુક્ત જાગૃતિ કાર્યક્રમનું આયોજન
અંદ્રોખા કોલેજમાં નશા મુક્ત જાગૃતિ કાર્યક્રમનું આયોજન
Published on: 14th October, 2026

વિજયનગર તાલુકાના અંદ્રોખા સ્થિત આર.કે.પટેલ એજ્યુકેશન કેમ્પસની આર્ટ્સ કોલેજમાં 'ન સેવા સંકલ્પ અભિયાન' હેઠળ નશા મુક્ત જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં ટ્રસ્ટી ડૉ. પરેશભાઈ પટેલ, બાળ સુરક્ષા અધિકારી મુકેશભાઈ સોલંકી, નશાબંધી વિભાગના કોન્સ્ટેબલ મૌલિકભાઈ પટેલ સહિત સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય ડૉ. પરેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા માર્ગદર્શન આપ્યું.