દેવગઢબારીઆની આયુર્વેદિક હોસ્પિટલ પાસે ગટર લાઈન ઉભરાતા દર્દીઓ અને રાહદારીઓ પરેશાન
દેવગઢબારીઆની આયુર્વેદિક હોસ્પિટલ પાસે ગટર લાઈન ઉભરાતા દર્દીઓ અને રાહદારીઓ પરેશાન
Published on: 24th July, 2026

દેવગઢબારીઆની સરકારી આયુર્વેદિક હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ગટરની લાઈન છેલ્લા વીસેક દિવસથી ઉભરાઈ રહી છે. જેના કારણે દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ અને બીઆરસી ભવનમાં તાલીમ લેવા આવતા શિક્ષકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદા પાણી અને કીચડને કારણે દુર્ગંધ ફેલાઈ છે અને કપડાં બગડવાના બનાવો બની રહ્યા છે. પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ગટર લાઈનની સફાઈ કરવાની માંગણી કરવામાં આવી છે.