ખાલી પેટે ભૂલથી પણ ન ખાવા જોઈએ આ ફળો
ખાલી પેટે ભૂલથી પણ ન ખાવા જોઈએ આ ફળો
Published on: 10th September, 2026

સવાર-સવારમાં ખાલી પેટે હેલ્ધી વસ્તુઓ ખાવી સારી છે, પરંતુ બધા ફળો યોગ્ય નથી. કેટલાક ફળોમાં રહેલા કુદરતી એસિડ, શુગર અને ફાઈબર પેટમાં બળતરા, ગેસ, બ્લોટિંગ અને એસિડિટી વધારી શકે છે. મોસંબી, લીંબુ જેવા ખાટાં ફળોમાં સાઈટ્રિક એસિડ હોય છે, જે એસિડિટીનું કારણ બની શકે છે. પાકેલા કેળાં ખાલી પેટે ખાવાથી બ્લડ શુગર વધી શકે છે અને કમજોરી આવી શકે છે. કેરીમાં વધારે નેચરલ શુગર અને ફાઈબર ગેસ-બ્લોટિંગ કરી શકે છે. અનાનાસ સંવેદનશીલ પેટમાં એસિડિટી વધારી શકે છે.