વડોદરામાં ઓગસ્ટ માસમાં રખડતા કૂતરા કરડવાના ૬૦૦ જેટલા બનાવો નોંધાયા
વડોદરામાં ઓગસ્ટ માસમાં રખડતા કૂતરા કરડવાના ૬૦૦ જેટલા બનાવો નોંધાયા
Published on: 10th September, 2026

વડોદરા શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ અતિ વધી ગયો છે. શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં ઓગસ્ટ માસમાં જ એનિમલ બાઇટના ૧૦૮૬ કેસો નોંધાયા છે, જેમાંથી ૬૦૦ જેટલા કેસો નવા હતા અને તે કૂતરા કરડવાના હતા. આ ઉપરાંત વાંદરા, બિલાડી અને ઉંદર કરડવાના બનાવો માટે પણ દર્દીઓની મોટી સંખ્યા સારવાર લેવા આવે છે. આ માત્ર સરકારી હોસ્પિટલના આંકડા છે, ખાનગી હોસ્પિટલોના આંકડા આનાથી વધુ હોઈ શકે છે. તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવાની જરૂર છે.