ગુજરાત યુનિ. પૂર્વ વીસી નિરજા ગુપ્તા
ગુજરાત યુનિ. પૂર્વ વીસી નિરજા ગુપ્તા
Published on: 22nd September, 2026

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર નિરજા ગુપ્તા પર કથિત કૌભાંડનો આરોપ છે. ૨૦૨૪માં, તેમણે ભાષાના પ્રોફેસર હોવા છતાં ₹૨૩.૯૩ કરોડનો બ્રેઇન મેપિંગ પ્રોજેક્ટ રજૂ કર્યો. આ પ્રોજેક્ટ ગુજરાત યુનિવર્સિટીની ખાનગી કંપની ઇન્સ્ટીટ્યુટ ઑફ ડિફેન્સ સ્ટડી એન્ડ રિસર્ચ (આઇજીએસઆર) માં મુકાયો. તત્કાલિન વીસી હોવાને કારણે, નિરજા ગુપ્તાએ જાતે જ પ્રોજેક્ટને મંજૂરી આપી અને પોતે સંશોધક/સલાહકાર બનીને ₹૨૪.૯૮ લાખની કન્સલ્ટન્સી ફી મેળવી. આ નિયમો વિરુદ્ધ હતું, કારણ કે પદ પર રહીને યુનિવર્સિટીના પગાર સિવાય આર્થિક લાભ લઈ શકાતો નથી.