અત્યંત જટિલ પ્રસૂતિ એમ્બ્યુલન્સમાં: નાળ વીંટળાયેલા બાળકને 108 ટીમે બચાવ્યું.
અત્યંત જટિલ પ્રસૂતિ એમ્બ્યુલન્સમાં: નાળ વીંટળાયેલા બાળકને 108 ટીમે બચાવ્યું.
Published on: 20th March, 2026

ખાવડાના કોલીવાસમાં સગર્ભાને પીડા થતા 108ને જાણ કરાઈ. માતાની નાજુક સ્થિતિને લીધે એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવી પડી. EMT પ્રકાશ મકવાણા અને પાયલોટ ઇમરાન નોતીયારે ગળાના ભાગે નાળ વીંટળાયેલા બાળકને પોતાની સૂઝબૂઝથી બચાવ્યું. ERCP ડો. કરણની સલાહથી સારવાર અપાઈ. માતા અને બાળકને હોસ્પિટલ ખસેડાયા, ડો. ભવર પ્રજાપતિ અને હિરેન જોશીનું માર્ગદર્શન મળ્યું.