સોશિયલ મીડિયા પર મેન્ટલ હેલ્થની ચેતવણી
સોશિયલ મીડિયા પર મેન્ટલ હેલ્થની ચેતવણી
Published on: 28th December, 2025

ન્યૂ યોર્કના ગવર્નર દ્વારા Facebook, Instagram અને TikTok જેવા પ્લેટફોર્મ પર મેન્ટલ હેલ્થની ચેતવણી ફરજિયાત કરાઈ છે. સરકાર સ્ક્રોલિંગ અને ઓટોપ્લે વિડિયોઝ જેવી સુવિધાઓ પર નજર રાખી રહી છે, કેમ કે તે વ્યસન વધારે છે. આ કાયદો હાલ ન્યૂ યોર્ક પૂરતો જ મર્યાદિત છે. ગવર્નર બાળકોને સોશિયલ મીડિયાના નુકસાનથી બચાવવા માંગે છે અને આ પગલાને તમાકુની જેમ જરૂરી ગણાવે છે. કેલિફોર્નિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ પણ ACTION લીધા છે.