ઝેરી ધુમાડાનું 45 ફૂટ ઊંચાઈના 360°-કેમેરાથી 24x7 મોનિટરિંગ
ઝેરી ધુમાડાનું 45 ફૂટ ઊંચાઈના 360°-કેમેરાથી 24x7 મોનિટરિંગ
Published on: 31st December, 2025

સુરત શહેર અને આસપાસની GIDCમાંથી નીકળતા ઝેરી ધુમાડાથી પર્યાવરણને ખતરો છે. GPCBએ 360 ડિગ્રી કેમેરાથી મોનિટરિંગ શરૂ કર્યું છે. આ PTZ કેમેરા 45 ફૂટ ઊંચે લાગશે, જે અડધા કિલોમીટર સુધીની ફેક્ટરીઓની ચિમનીઓ જોઈ શકશે. 15 મિનિટથી વધુ કાળો ધુમાડો દેખાશે તો ફોટો-વીડિયો લેવાશે, નોટિસ અપાશે, દંડ થશે, અને લાયસન્સ રદ થઈ શકે છે. GPCB નો હેતુ સુરતને પ્રદૂષણમુક્ત કરવાનો છે.