અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગ: ઓર્થોપેડિક વિભાગના 3 વિદ્યાર્થીઓ 6 મહિનાથી 1 વર્ષ સસ્પેન્ડ
અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગ: ઓર્થોપેડિક વિભાગના 3 વિદ્યાર્થીઓ 6 મહિનાથી 1 વર્ષ સસ્પેન્ડ
Published on: 17th June, 2026

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટરના રેગિંગનો ગંભીર મામલો સામે આવ્યો છે. 8 જૂને જુનિયર વિદ્યાર્થી દ્વારા કરાયેલી ફરિયાદ બાદ એન્ટી રેગિંગ કમિટીએ તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે, ઓર્થોપેડિક વિભાગના ત્રણ સિનિયર વિદ્યાર્થીઓને 6 મહિનાથી 1 વર્ષ સુધી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ કાર્યવાહીની જાહેરાત કરી અને વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ જાળવવા અપીલ કરી છે.