ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ ૧૦૮ ટીમે સગર્ભાની ઘરે જ સફળ ડિલિવરી કરાવી.
ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ ૧૦૮ ટીમે સગર્ભાની ઘરે જ સફળ ડિલિવરી કરાવી.
Published on: 17th June, 2026

પોરબંદરના કંટોલિયા ગામના વાડી વિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલાને વહેલી સવારે પ્રસૂતિની તીવ્ર પીડા ઉપડતાં, ૧૦૮ ટીમને જાણ કરાઈ. ઘટનાસ્થળે પહોંચેલી ૧૦૮ ટીમે જોયું કે દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું શક્ય નહોતું. આથી, હેડ ઓફિસના ફિઝિશિયન ડૉ. પંકજના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ, ટીમે પોતાની સૂઝબૂઝ અને આવડતથી મહિલાની ઘરે જ સફળ અને સુરક્ષિત નોર્મલ ડિલિવરી કરાવી. પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકી બંનેને પ્રાથમિક સારવાર આપી અડવાણા સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા.