નવરાત્રી દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસનો સુરક્ષા એક્શન પ્લાન
નવરાત્રી દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસનો સુરક્ષા એક્શન પ્લાન
Published on: 12th October, 2026

નવરાત્રી પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાગરિકો નિર્ભય બનીને ગરબી ઉત્સવ ઉજવી શકે તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વ્યાપક બંદોબસ્તનું આયોજન કરાયું છે. પશ્ચિમ કચ્છ SP વિકાસ સુંડાની સૂચના હેઠળ, જિલ્લામાં 28 PI, 41 PSI, 750 પોલીસ સ્ટાફ, 750 હોમગાર્ડ, GRD અને SRD જવાનો તૈનાત રહેશે. રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી 46 ફોર-વ્હીલર અને 54 ટુ-વ્હીલર વાહનો દ્વારા પેટ્રોલિંગ કરાશે. ભુજ, મુન્દ્રા અને પદ્ધર રોડ પર ખાનગી ગરબીઓ પર નજર રાખવા 6 રૂટ નક્કી કરાયા છે, જેમાં દરેક રૂટ પર એક મોબાઈલ ટીમ રહેશે. મહિલા પોલીસની 'સી ટીમ' પણ શહેરમાં ફરશે. જાહેર જનતાને કોઈપણ મુશ્કેલી માટે 112 અથવા 181 પર સંપર્ક કરવા અપીલ કરાઈ છે.