ગુજરાત રજિસ્ટ્રેશન કર્મચારીઓ પડતર પ્રશ્નો મુદ્દે દેખાવો શરૂ કરશે
ગુજરાત રજિસ્ટ્રેશન કર્મચારીઓ પડતર પ્રશ્નો મુદ્દે દેખાવો શરૂ કરશે
Published on: 12th October, 2026

ગુજરાતના નોંધણી (રજિસ્ટ્રેશન) વિભાગના કર્મચારીઓ લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે સરકાર સામે મેદાને આવ્યા છે. 'ગરવી' પોર્ટલની ટેકનિકલ ખામીઓ, ટાઈટલને લગતા વિવાદિત પરિપત્રો અને ઓડિટ ફકરાના બહાને અપાતી નોટિસો બંધ કરવાની માંગ સાથે કર્મચારીઓએ 12મી ઓક્ટોબરથી દેખાવો શરૂ કર્યા છે. 15મી ઓક્ટોબરે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે અને 22મી ઓક્ટોબરે સામૂહિક રજા પર ઉતરશે. જો 2જી નવેમ્બર સુધીમાં માંગણીઓ નહીં સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેના કારણે રાજ્યની કરોડોની આવક પર અસર થઈ શકે છે.