દીપડાએ ઝૂંપડીમાંથી અઢી વર્ષના બાળકને 200 મીટર ઢસડ્યું
દીપડાએ ઝૂંપડીમાંથી અઢી વર્ષના બાળકને 200 મીટર ઢસડ્યું
Published on: 12th October, 2026

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામમાં મધ્યરાત્રિએ એક અઢી વર્ષના બાળકને દીપડો ઝૂંપડીમાંથી ઉપાડી ગયો હતો. માતા-પિતાની વચ્ચે સૂતેલા બાળકને દીપડો તેના જડબામાં દબોચીને અંદાજે 200 મીટર સુધી ઢસડી ગયો હતો. બાળકની ચીસો સાંભળી પરિવારજનો જાગી ગયા અને હિંમતભેર લાકડીઓ તથા ટોર્ચ લઈને દીપડાનો પીછો કર્યો. પરિવારે હોબાળો મચાવતાં દીપડો બાળકને લોહીલુહાણ હાલતમાં છોડીને નાસી ગયો. માથાના ભાગે ગંભીર ઈજા પામેલા બાળકને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ શ્રમિક પરિવારોમાં ભયનો માહોલ છે અને વન વિભાગ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.