વડોદરાના યુનાઈટેડ વે અને VNF ગરબામાં ખેલૈયાઓના મોબાઈલ ચોરી
વડોદરાના યુનાઈટેડ વે અને VNF ગરબામાં ખેલૈયાઓના મોબાઈલ ચોરી
Published on: 12th October, 2026

વડોદરામાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન યુનાઈટેડ વે અને VNF ગરબા આયોજનોમાં ખેલૈયાઓના મોબાઈલ ચોરી થવાની ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓમાં ચોર ટોળકીએ એકસાથે 20થી વધુ ખેલૈયાઓના મોંઘા મોબાઈલ ચોરી લીધા હતા. આ બનાવો બાદ ખેલૈયાઓમાં તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો હતો. પોતાના કિંમતી ફોન ગુમાવી ચૂકેલા ખેલૈયાઓ રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. શી ટીમ, પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી હોવા છતાં આવા બનાવો બનતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.