અમદાવાદમાં ફાયર NOC વિના જીગરદાન ગઢવીના ગરબા યોજાયા
અમદાવાદમાં ફાયર NOC વિના જીગરદાન ગઢવીના ગરબા યોજાયા
Published on: 12th October, 2026

અમદાવાદમાં ગરબા મહોત્સવ દરમિયાન ગાયક જીગરદાન ગઢવી અને આયોજક સાચી ઈવેન્ટ્સ દ્વારા સુરક્ષાના ગંભીર મુદ્દાઓ છતાં ફાયર NOC વિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું. ફાયર વિભાગે સોલા પોલીસને ઓપન વાયરિંગ અને થર્મોકોલ જેવી સમસ્યાઓ અંગે લેખિત જાણ કરી હોવા છતાં, લોકોના જીવ જોખમમાં મૂકીને કાર્યક્રમ યોજાયો. ગુજરાત ટુરિઝમ એસોસિએટ પાર્ટનર હોવા છતાં તંત્રના મૌન પર સવાલો ઉઠ્યા છે. અમદાવાદમાં નવરાત્રિ માટે કુલ 105 અરજીઓ મળી હતી, જેમાંથી મોટાભાગની મંજૂરી પ્રક્રિયા હજુ ચાલુ છે અને નિયમોનું પાલન ન કરનાર આયોજકોની અરજીઓ પેન્ડિંગ છે.