પોરબંદરમાં ₹94 કરોડના ખર્ચે 1176 આવાસો બનશે
પોરબંદરમાં ₹94 કરોડના ખર્ચે 1176 આવાસો બનશે
Published on: 31st August, 2026

પોરબંદર મહાનગરપાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 94 કરોડના ખર્ચે 1176 આવાસો બનાવશે. દોઢ વર્ષમાં 839 પરિવારોએ ફોર્મ ભર્યા હતા, જેમને આ યોજનાનો લાભ મળશે. સ્લમ વિસ્તારમાં રહેતા અને ઘરવિહોણા પરિવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. ખાપટ અને છાયા વિસ્તારમાં જગ્યા ફાઇનલ થયા બાદ આ પ્લાન મંજૂરી માટે મોકલવામાં આવશે. આ પ્રોજેક્ટથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના જીવનધોરણમાં સુધારો થશે.