ગુજરાતના 211 કેન્દ્રો પર Re-NEET પરીક્ષા: 79,411 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગુજરાતના 211 કેન્દ્રો પર Re-NEET પરીક્ષા: 79,411 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
Published on: 21st June, 2026

NEET-UG પેપર લીક થવાના કારણે રદ થયેલી પરીક્ષા આજે ગુજરાતના 211 કેન્દ્રો પર 79,411 વિદ્યાર્થીઓ માટે ફરીથી યોજાઈ રહી છે. પરીક્ષાની સુરક્ષા અને શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પેપરના પરિવહન અને સુરક્ષાની જવાબદારી પ્રથમ વખત CISFને સોંપવામાં આવી છે. ST અને રેલવે દ્વારા વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં પણ ચુસ્ત સુરક્ષા વચ્ચે પરીક્ષા યોજાશે.