અમદાવાદમાં અંધશ્રદ્ધાનો કિસ્સો: સોલામાં ભુવાએ 15 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ
અમદાવાદમાં અંધશ્રદ્ધાનો કિસ્સો: સોલામાં ભુવાએ 15 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ
Published on: 18th August, 2026

અમદાવાદના સોલા વિસ્તારમાં અંધશ્રદ્ધાને કારણે એક પરિવારની 15 વર્ષીય સગીરા ભોગ બની છે. બીમાર દીકરીને સાજી કરવા બોલાવેલા ભુવાએ વિધિના બહાને યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું. આરોપી ચંદ્રેશ પંચાલે પીડિતા સાથેની અંગત તસવીરો વોટ્સએપ પર વાઈરલ કરતાં આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પરિવારની નબળી આર્થિક સ્થિતિનો લાભ લઈને આરોપીએ આ કૃત્ય કર્યું હતું.