વડોદરાના સંકલ્પભૂમિ સ્મારક લોકાર્પણમાં વિલંબ
વડોદરાના સંકલ્પભૂમિ સ્મારક લોકાર્પણમાં વિલંબ
Published on: 18th August, 2026

વડોદરાના સંકલ્પભૂમિ ખાતે નિર્માણ પામેલ ડૉ.બાબાસાહેબ આંબેડકર સ્મારકના લોકાર્પણમાં થયેલા વિલંબ અંગે સંવિધાન બચાવો સમિતિ, વડોદરાએ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવને રજૂઆત કરી છે. સમિતિએ સ્મારકની હાલની સ્થિતિ, થયેલા ખર્ચ અને બાકી કામો અંગે સ્પષ્ટતા તથા લોકાર્પણની ચોક્કસ તારીખ તાત્કાલિક જાહેર કરવાની માગ કરી છે. કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત આ ઐતિહાસિક સ્મારક વર્ષોથી લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે, જેના કારણે બાબાસાહેબના અનુયાયીઓમાં નારાજગી છે.