દમણ તટરક્ષક દળનું મિશન: નવસારીના દરિયામાં ડૂબતી બોટમાંથી 9 માછીમારોનો સુરક્ષિત બચાવ.
દમણ તટરક્ષક દળનું મિશન: નવસારીના દરિયામાં ડૂબતી બોટમાંથી 9 માછીમારોનો સુરક્ષિત બચાવ.
Published on: 18th August, 2026

નવસારીના દરિયામાં જય માલા બોટમાં ટેકનિકલ ખામી સર્જાતા ડૂબી રહેલી બોટમાંથી 9 માછીમારોને દમણ સ્થિત ભારતીય તટરક્ષક દળની ટીમ દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ રેસ્ક્યુ ઓપરેશનમાં ચેતક હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને તમામ માછીમારોને એરલિફ્ટ કરવામાં આવ્યા. 3 માછીમારોને સામાન્ય ઈજાઓ થતાં તેમને દમણ એર સ્ટેશન લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી, જે બાદ વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા. તટરક્ષક દળની આ કામગીરીએ માછીમારોની સુરક્ષા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી.