સુરત પાલિકાએ ભેળસેળની શંકા વચ્ચે 15 એકમોમાંથી સેમ્પલ લીધા
સુરત પાલિકાએ ભેળસેળની શંકા વચ્ચે 15 એકમોમાંથી સેમ્પલ લીધા
Published on: 18th August, 2026

શ્રાવણ માસમાં ફરાળી લોટ અને વાનગીઓની વધતી માંગ વચ્ચે સુરત પાલિકાનો આરોગ્ય વિભાગ સફાળો જાગ્યો છે. અગાઉ ફરાળી લોટ સબસ્ટાન્ડર્ડ અને સાબુદાણા અનસેફ જાહેર થયા હતા. આથી, પાલિકાની ચાર ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ફરાળી લોટ તેમજ તૈયાર વાનગીઓનું વેચાણ કરતા અંદાજે 15 જેટલા એકમોમાંથી સેમ્પલ લીધા છે. આ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ બાદ ગુણવત્તાની સ્પષ્ટતા થશે.