વડોદરામાં દશામાના વિસર્જન માટે કૃત્રિમ તળાવોની અધૂરી તૈયારી!
વડોદરામાં દશામાના વિસર્જન માટે કૃત્રિમ તળાવોની અધૂરી તૈયારી!
Published on: 18th August, 2026

વડોદરામાં દશામાના વિસર્જનને ગણતરીના કલાકો બાકી હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવોની તૈયારી અધૂરી જોવા મળી છે. શહેરમાં 9 સ્થળોએ વિસર્જનની વ્યવસ્થા હોવા છતાં, અનેક જગ્યાએ પાણી, સફાઈ, લાઇટિંગ જેવી સુવિધાઓનો અભાવ છે. આયોજનના અભાવે ભક્તોને વિસર્જન સ્થળો સુધી પહોંચવા માટે લાંબુ અંતર કાપવું પડશે, જેના કારણે ટ્રાફિક અને ભીડની સમસ્યા સર્જાવાની શક્યતા છે. આગોતરું આયોજન નહીં કરવા બદલ અધિકારીઓ પર આક્ષેપો થઈ રહ્યા છે.