વડોદરા શહેરમાં VVIP માટે રસ્તા ચકાચક, ભક્તો માટે બિસ્માર કેમ?
વડોદરા શહેરમાં VVIP માટે રસ્તા ચકાચક, ભક્તો માટે બિસ્માર કેમ?
Published on: 18th August, 2026

પવિત્ર શ્રાવણ માસમાં વડોદરાના નવનાથ મહાદેવ મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જોકે, મંદિરો તરફ જતા રસ્તાઓની બિસ્માર હાલત, ખાડા, અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ ભક્તો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. વડોદરા કોંગ્રેસે આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક સમારકામની માંગ કરી છે. VVIP મુલાકાતો વખતે રસ્તાઓ ચકાચક થતા હોય, ત્યારે સામાન્ય ભક્તો માટે તંત્રની ઉદાસીનતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, ટ્રાફિક તથા પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની તાતી જરૂર છે.