ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
Published on: 13th September, 2026

ગુજરાતમાં ચોમાસું સક્રિય થતાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, 4 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. ભાવનગર, ભરુચ, નર્મદા અને સુરત જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, 10 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જેમાં અમરેલી, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, અને દાદરા નગર હવેલી-દમણનો સમાવેશ થાય છે. રાજ્યના અન્ય ભાગોમાં હળવા વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.