વિકાસ કામોને પ્રાધાન્ય: મહેન્દ્રનગર-પીપળી રોડ, શનાળા સર્કલ-રાજપર રોડના કામોને અગ્રતા.
વિકાસ કામોને પ્રાધાન્ય: મહેન્દ્રનગર-પીપળી રોડ, શનાળા સર્કલ-રાજપર રોડના કામોને અગ્રતા.
Published on: 06th March, 2026

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરને પ્રકાશિત કરવા સ્ટ્રીટ લાઈટ અને વીજપોલનું કામ તેજ કરાયું છે. શનાળા-ઘુનડા રોડ પર કામ પૂર્ણ, મહેન્દ્રનગર-પીપળી રોડ અને શનાળા સર્કલથી રાજપર રોડ પર કામ ચાલુ છે. મણિમંદિર અને ગ્રીન ચોક ખાતે Dynamic Lights નો વર્ક ઓર્ડર અપાયો. આ ઉપરાંત, શહેરના અન્ય જરૂરી માર્ગો પર પણ નવા પોલ સ્થાપિત કરી સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવશે.